કોઇ અરજી મારી આજ, જીવનને કહો જઇ;૪/૪

પદ – ૧૭૫ ………………૪/૪
 
કોઇ અરજી મારી આજ, જીવનને કહો જઇ;આપો દરશન દીનાનાથ, હવે હરિ બહુ થઇ. (ટેક)
જેમ પહેલાં બાંધી કોઇ પ્રીત, પછી તેને પરહરે;તેમ મૂકી ગયા મહારાજ, દયા નહીં દિલ ધરે. (૧)
આપી અંગે નહીં મને પાંખ, વિધાતાનો વાંક છે;નહીં તો હરિને મળત જરૂર, રાખ્યો મને રાંક છે. (૨)
મારી કાયાની બ્રહ્મા કેમ ? બનાવી ના મોજડીઃજઇને રહત હરિને હજુર, પ્રીતેથી પાયે પડી. (૩)
એમ તલફે દિવસ રાત, દિલે દિલગીર રહી;આંખે આંસુ વ્હે છે અપાર, ભોજન ભાવે નહીં. (૪)
ભગવતસુતના શામે એ વાત, જાણી ગઢપુરમાં,રાખ્યા સ્વામીને આણી સ્નેહ, શ્રી હરિએ હજુરમાં. (૫) 

મૂળ પદ

સ્નેહે વંદીને શ્રીઘનશામ, ગાઉં ગુણ સંતના;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી