આવાહન આસન અને, પાદ્ય, અર્ઘ્ય સુખધામ; ૧/૧

પદ- ૧૯૮ ……………૧/૧

વિષ્ણુના ષોડશોપચાર પૂજનવિધિ.

(દોહરો)

આવાહન આસન અને, પાદ્ય, અર્ઘ્ય સુખધામ;

આચમનને સ્નાનથી, રીઝે શ્રીઘનશામ. (૧)

વસ્ત્ર અને ઉપવીત તે, પહેરાવો કરી પ્રીત;

ચંદન ચરચો અંગમાં પુષ્પહાર શુભ રીત. (૨)

ધૂપ દીપ નૈવેદ્યને, મુખવાસ શ્રીકાર;

પ્રદક્ષિણાને પ્રાર્થના, એ શોડશ ઉપચાર. (૩) 

મૂળ પદ

આવાહન આસન અને, પાદ્ય, અર્ધ્ય સુખધામ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી