તનનન લે છે ત્રિકમજી તાન, નાચે શ્રી નટવર તાતા થેઇ તાતા થેઇ; ૧/૧

પદ – ૨૧૫ ……………………૧/૧

શ્રીકૃષ્ણ નારાયન વિષે.

(રાગ છંદ ભૈરવી)

“સનનન સાહે સાંવરિયા શામ, પ્યારે પ્યારે નેનાપે વારીવારી

જાઉ સાહે .” એ રાગ પ્રમાણે.

તનનન લે છે ત્રિકમજી તાન,

નાચે શ્રી નટવર તાતા થેઇ તાતા થેઇ;

લે છે ત્રિકમજી તાન. તનનન-(ટેક)

ગોપીજન સંગે અંગ ઉમંગે,

કુંજગલીમાં કૃપાળુ કાન;

ઠમક ઠમક , પદ ધરે ધરણીમાં,

ગાય છે ગુણિયલ થઇ ગુલતાન.

નાચે શ્રી નટવર તાતા થેઇ તાતા થેઇ; લે છે (૧)

વંશી વગાડે મોહ પમાડે;

તાલ સ્વરમાં પાડે માન;

સુણી વંશી રવિ શશી રથ અટક્યા,

છુટી ગયુ શિવજીનું ધ્યાન. નાચે શ્રીનટવર. (૨)

રાધાજીને માધવજી કેરી,

શોભી રહી જુગલ જોડી સમાન;

ઉલટ પુલટ ફરે ફેરફૂદડિયે,

સમઝાવે નેણાંની સાન. નાચે શ્રીનટવર. (૩)

છુમ, છુમ, છુમ, છુમ, નાચે છબીલો,

રાધા રુમ ઝુમ ફરે સુજાણ;

ધા, ધીલાંગ, ધા, ધ્રુમીકટ, ધીધી , કટ,

મૃદંગ સુણીએ મધુરી કાન. નાચે શ્રીનટવર. (૪)

વિશ્વવિહારીલાલની મૂરતિ,

છે સુંદર સહુ સુખનિધાન;

ખાનપાનનું ભાન તજીને,

કરીએ પ્રભુનું ગુણ ગાન. નાચે શ્રીનટવર. (૫)

મૂળ પદ

તનનન લે છે ત્રિકમજી તાન, નાચે શ્રી નટવર તાતા થેઇ તાતા થેઇ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી