મુંબઇમાં મહારાજ નિરખ્યા, મુંબઇમાં મહારાજ, ૧/૨

પદ ૨૨૨ …………………..૧/૨

મુંબઇવાસી ઠાકોરજીના વર્ણન વિષે.

“ડરમાં તું દિલ સાથ છોકરા ડરમાં તું દિલ સાથ.” એ રાગ.

મુંબઇમાં મહારાજ નિરખ્યા, મુંબઇમાં મહારાજ,

પ્રભુગુણનિધિ ગરીબનિવાજ, નિરખ્યા મુંબઇમાં. (ટેક)

અક્ષરધામી સંતના સ્વામી , શ્રીહરિકૃષ્ણ બહુનામી,

છે અખિલેશ્વર અંતરજામી, રાધાજી સાથ ગોલોકવિહારી,

જેની છબી આ વિશ્વથી ન્યારી, કીધાં એવા દરશન આજ;

હાંહાંરે કીધાં એવાં દરશન આજ. નિરખ્યા. (૧)

પાઘ પેચાળી શીશ રૂપાળી, છોગા સહિત રીઝું ઉર ભાળી,

ભ્રકુટી જોઇને ભ્રમણા ટાળી, હસતું મુખ જોઇ જોઇને હરખું,

શીતલ કોટીક ચંદ્રના સરખું, હરે દિલડા કેરી દાઝ;

હાંહાંરે હરે દિલડા કેરી દાઝ. નિરખ્યા. (૨)

સંતસમાજે છબીલો છાજે, વસ્ત્ર ઘરેણા અંગે વિરાજે;

તે જોઇ સોનુ વિજળી લાજે, ચંચળ ચાલ દીસે દુઃખહારી,

રીઝું એવા હરિ ઉરમાં ધારી, મારાં સફળ થયા સહુ કાજ;

હાંહાંરે મારાં સફળ થયા સહુ કાજ. નિરખ્યા. (૩)

વિશ્વવિહારી છે અવતારી, જીવન દોરી એજ અમારી,

એ તૂલ્ય કોણ જુઓ ઉપકારી, જન્મમરણ સંતાપ હરણ છે,

કોટીક જન કલ્યાણકરણ છે, મારું જીવતર કેરું જહાજ;

હાંહાંરે મારું જીવતર કેરું જહાજ. નિરખ્યા. (૪)

મૂળ પદ

મુંબઇમાં મહારાજ નિરખ્યા, મુંબઇમાં મહારાજ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી