જય મંગળકારી હરિ, જય મંગળકારી; અક્ષરપતિ અવતારી, શ્રીપતિ સુખકારી. ૧/૧

પદ- ૨૨૬ ………………………૧/૧
શ્રીહરિની દશાવતારરૂપે પ્રાર્થનાની આરતી.
 
જય મંગળકારી હરિ, જય મંગળકારી;અક્ષરપતિ અવતારી, શ્રીપતિ સુખકારી. જયદેવ જયદેવ. (ટેક)
હે ! હરિકૃષ્ણ કૃપાનિધિ, પ્રાણજીવન પ્યારા હરિ; (૨)સ્નેહ ધરીને સરવે, સેવે નર દારા. જયદેવ જયદેવ.(૧)
મચ્છ અને શુભ કચ્છ, સ્વચ્છ તનું ધારી હરિ; (૨)મંદ્રાચળને તોળ્યો, શંખાસુર મારી. જયદેવ જયદેવ.(૨)
ધરી શુક્કર અવતાર, ધરણી ઉદ્ધારી હરિ;(૨)દાનવપતિને માર્યો, પ્રૌઢ પીડાકારી, જયદેવ જયદેવ.(૩)
નૃસિંહરૂપ ધરીને, પ્રહ્‌લાદ ઉગાર્યો હરિ; (૨)હિરણ્યકશિપુ આપે, મદવંતો માર્યો. જયદેવ જયદેવ.(૪)
બલિને છળવાકાજ, વામનરૂપ ધર્યું હરિ; (૨)ત્રણ ડગલા દાનેથી, રાજ સમગ્ર હર્યું. જયદેવ જયદેવ.(૫)
જમદગ્નિસુત થઇને , ફરશી કર ધારી હરિઃ (૨)ખલ ક્ષત્રિને ખાંતે, દીધા સંહારી. જયદેવ જયદેવ.(૬)
જય જય જય જગવંદન, રઘુનંદન થઇને હરિ(૨)રાવણકુળ નિકંદન, કર્યું આપે જઇને. જયદેવ જયદેવ.(૭)
કૃષ્ણરૂપે થઇ કેશવ, કંસાદિક માર્યા હરિ;(૨)પાંદવ દ્રૌપદી આદિક , જનને ઉગાર્યા. જયદેવ જયદેવ.(૮)
બુદ્ધરૂપે થઇ શુદ્ધ , હિંસા બંધ કરી હરિઃ(૨)અસુરો મોહ પમાડ્યા, કર્મકથા ઉચ્ચરી. જયદેવ જયદેવ.(૯)
કલકીરૂપ ધરીને, કળિ અંતે સ્વામી હરિ;(૨)સતયુગ સ્થાપન કરશો, હણિ મ્લેચ્છ હરામી. જયદેવ જયદેવ(૧૦)
અધરમ અવની ઉપર, જ્યારે બહુ જામે હરિ;(૨)આપ પ્રગટ થઇ વૃષને સ્થાપો સહુ ઠામે. જયદેવ જયદેવ (૧૧)
અંશ કળા અવતાર, સર્વે આપ તણા હરિઃ(૨)વળી આગે હરિ ધરશો, એવા અનંત ઘણા. જયદેવ જયદેવ (૧૨)
આપ સ્વયં છો સ્વામી, બળવંત બહુનામી હરિ;(૨)અકળિત અક્ષરધામી, હરિ અંતરજામી. જયદેવ જયદેવ (૧૩)
જય જય વિશ્વવિનાયક, સુખદાયક શ્રીજી હરિઃ(૨)જય જય વિશ્વવિહારી, સરવેશ્વર છો જી. જયદેવ જયદેવ (૧૪) 

મૂળ પદ

જય મંગળકારી હરિ, જય મંગળકારી; અક્ષરપતિ અવતારી, શ્રીપતિ સુખકારી.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી