આપ પધાર્યા આસમે, હરખ્યો સકળ સમાજ;૧/૨

પદ-૧અ …………………….૧/૨

વસોમાં સંવત ૧૯૫૧ ના દ્વિતિય જેષ્ઠશુદી
પ્રતિપદાને દિવસે ધર્મધુરંધર આચાર્યેંદ્ર
શ્રી વિહારીલાલજી મહારાજ પધાર્યા તે
સમયે સંભળાવેલી કવિતા.
(દોહા)
આપ પધાર્યા આસમે, હરખ્યો સકળ સમાજ;
સત્સંગી જન સ્નેહથી , જય બોલે મહારાજ. (૧)
ગામ વસો શુભ આપથી, શોભ્યું આજ અપાર;
ઇન્દ્રે શું ઇન્દ્રાપુરી, ધરી પ્રુથ્વી મોઝાર.              (૨)
(પદ રાગ ધન્યાશ્રી)
ભલે પધાર્યા આજ, વિહારીજી, ભલે પધાર્યા આજ. (ટેક)
વિપ્ર વસોના , દવે ચતુર્ભુજ;
તેણે તેડ્યા શિરતાજ વિહારીજી.                        (૧)
“સત્સંગી જીવન, ” ગ્રંથપારાયણ;
જાણી પૂરણ તેનું કાજ. વિહારીજી.                     (૨)
સકળશાસ્ત્રો વેત્તાનો સાથે;
શોભે છે સંત સમાજ. વિહારીજી.                        (૩)
હરિજન નિરખી, આપને હરખ્યા;
ગુણનિધિ ગરીબનિવાજ. વિહારીજી.                 (૪)
આજ તમે અહો ! વૃષવંશીમાં;
મુગટમણી મહારાજ. વિહારીજી.                        (૫)
 

 

મૂળ પદ

આપ પધાર્યા આસમે, હરખ્યો સકળ સમાજ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી