જય ધર્મકુંવર ગાદી ધણી. સત્સંગ તણા શુભ શિશમણી; ૧/૧

પદ- ૩અ ૧/૧

(તોટક છંદ)

 
જય ધર્મકુંવર ગાદી ધણી.સત્સંગ તણા શુભ શિશમણી;
જય વિશ્વવિહારી પધારી તમે,ક્ર્યું પાવન આ પુર એહ સમે.  (૧)
ધન્ય આજ ઘડી દિન આજ તણોહરખ્યો સત્સંગ સમાજ ઘણો.
ઉભરાય સહુ ઉર પ્રેમ અતિ,બની કોટી દિવાળી બહુ દીપતી.  (૨)
રવિ આજ ઉગ્યો જ સુવર્ણ તણો,વરસ્યો શુભ અમૃત મેઘ ઘણો;
દશરા થકી તો દશ સો ગણિયે,ઉર પ્રેમ ભલો મુખ શું ભણિયે ?  (૩)
મતિ નિર્મળ નિર્મળ જ્ઞાન ઘણું,નીતિવાન્ મહાગુણવાન પણું,
બહુ દેશ વિદેશ હમેશ ફરો,જન અજ્ઞ તણાં અજ્ઞાન હરો.  (૪)
શરણાગત તે તવ આશ્રયથી,ઉધરે ભવસાગરને સુખથી;
ગુણવંત તણાં ગુણ ઉચ્ચરિયે;તરિયે સુખથી દુઃખને દરિયે.  (૫)
બહુ લાયક લક્ષણ દિવ્ય દીસે,સુખદાયક છો, સત્સંગ વિષે;
અતિ ઉત્તમ દિવસ આજ ગણી,જય સર્વ કહો મહારાજ તણી.  (૬)
 
(શિખરિણી છંદ)
ક્રિયા સારી કરી, વૃષકુળવિહારી અવતર્યા,દિલે ધારી ધારી, નિજ મત વધારી બહુ ફર્યા;
સુનીતિ રીતિથી , સુજજ્ઞ પસર્યો છે દશ દિશે,સુવંશે છે દીવો, બહુ વરસ જીવો જન વિષે.  (૧)

મૂળ પદ

જય ધર્મકુંવર ગાદી ધણી. સત્સંગ તણા શુભ શિશમણી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી