મારા કેસરભીના કાન રે, ઉભા ગંગાજીને તીર ૨/૨

 મારા કેસરભીના કાન રે, ઊભા ગંગાજીને તીર...ટેક.
	ઉન્મત્ત ગંગા સોહામણી રે, ઉન્મત્ત ઉનરો નીર;
ઘણું નાહ્યા ઘનશ્યામજી રે, જળમાંહિ બળવીર રે...ઊભા૦ ૧
	ખળખળિયો ખળકે ઘણું રે, ઘેલો ગુણ ગંભીર;
જેની ઉપમા નવ જડે રે, ક્યાંથી મતિ રહે સ્થિર રે...ઊભા૦ ૨
	પૂર્વ દિશામાં પાણી વહે છે, સુવર્ણ કેરી રેલ;
પાપ પૂંજ દેખી ડરે રે, દાઝે દુષ્ટ હૃદિયાનાં હીર રે...ઊભા૦ ૩
	સહજાનંદજી  સ્નાન કરીને, પહેર્યાં વસ્ત્ર અમૂલ્ય;
પ્રેમસખી કહે ન્યાલ કરી રે, નાવે તેની તૂલ્ય રે...ઊભા૦ ૪ 
 

મૂળ પદ

પધારોને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ

મળતા રાગ

પધારોને સહજાનંદજી હો ગુન્હા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
માઢ
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
7
7
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
માઢ


પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
4
1