Logo image

પાનની બીડી રે હો વાળી, ખોસી લવિંગની ખીલી રસાળી

પાનની બીડી રે હો વાળી, ખોસી લવિંગની ખીલી રસાળી;
         મેલી મુખમાં રે હો ચાવો, હરિજન સંતોને જમવા બોલાવો...૧ 
પંગતે આપી રે પનવાડું, પીરસો લાલ લઈને લાડુ;
         મનવાર કરીને રે હો મુખમાં, સંતોને આપો શ્યામ સુખમાં...૨
શાક અથાણાં રે હો ભાજી, જમાડો જીવન થઈને રાજી;
         તૃપ્ત કરીને રે હો તમે, પાટે બેસો પૂજા કરું અમે...૩
ધારો આભૂષણ રે હો અંગે, વસ્ત્ર પેહેરાવું રંગ સોરંગે;
          દાસ હરિના રે હો સ્વામી, આરતી ઉતારું અંતરજામી...૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026