ધન્ય પૂનમિયા નરનાર રે. આવે વરતાલે ૧/૧

 ૧૦૪૯  પદ-૧/૧

 

રાગ : ભૈરવ

ધન્ય પૂનમિયા નરનાર રે. આવે વરતાલે;

એના પુણ્યતણો નહિ પાર રે, આવે વરતાલે.       ટેક.

એક ડગલે જગનફળ થાય રે, આ. એનાં જનમ મરણ દુઃખ જાય રે. આ.૧.

થાયે સુતવિત સુખ જાયે રોગ રે, આ. પામે મનવાંછિત બહુ ભોગ રે. આ.૨

જે નિર્વાસનિક હરિજન રે, આ. એનું પ્રભુપદ ચોંટે મન રે. આ.૩.

હરિજન સહુ સમજી એમ રે, આ. પ્રેમાનંદ કે’  ન ત્યાગવા નેમ રે, આ.૪

મૂળ પદ

ધન્ય પૂનમિયા નરનાર રે. આવે વરતાલે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

Studio
Audio
0
0