Logo image

હર હર ગોપીનાથ ! મમ કષ્ટમ્ હર હર ગોપીનાથ

 રાગ : ઠુમરી અષ્ટક

હર હર ગોપીનાથ ! મમ કષ્ટમ્ હર હર ગોપીનાથ.

સુરનરમુનિવર જલધરસુંદર, મારમહામદમાર…     મમ કષ્ટમ્૦ ૧

રાજીવલોચન પાપવિમોચન, દુર્ગપુરીવિહાર…       મમ કષ્ટમ્૦ ૨

હાટકભૂષણ હતજનદૂષણ, દિવ્યગુણાલયસાર…      મમ કષ્ટમ્૦ ૩

વૃષકુલનાયક સુરસુખદાયક, કુન્દકુસુમશુભહાર…    મમ કષ્ટમ્૦ ૪

મંગલકારણ ગતિજીતવારણ, પ્રેમવતિસુકુમાર…     મમ કષ્ટમ્૦ ૫

માનસમોદન દિતિસુતરોદન, ભૂમિનિવારિતભાર…   મમ કષ્ટમ્૦ ૬

વિશ્વવિભાવન દુર્મતિપાવન, કાલદવાનલહાર…      મમ કષ્ટમ્૦ ૭

સુરકુલરંજન નિત્યનિરંજન, ભાનુસુતાવિતનાર…     મમ કષ્ટમ્૦ ૮

બ્રહ્મપુરાસન જનહિતશાસન, નિષ્કામાનંદનિધાન…   મમ કષ્ટમ્૦ ૯

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
ગોપીનાથજીમહારાજ
વિવેચન:
આસ્વાદ : સદ્‍ગુરુ શ્રી નિષ્કામાનંદ બ્રહ્મચારી રચિત પ્રસ્તુત સ્તોત્રની બંદિશ કોઈ છંદમા નહિ પરંતુ શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ઠૂમરી રાગમાં કરવામાં આવેલી છે. આ ઠૂમરીનો રાગ કાફીના સ્વરો યુક્ત છે. તેના સ્વર અને તાલ અત્યંત મધુર અને કર્ણપ્રિય છે. સ્તોત્રનો ઉપાડ હર ગોપીનાથ... એવા પ્રગલ્ભ પોકાર સાથે થાય છે. ગોપીનાથનો સીધો શબ્દાર્થ તો વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ એવો થાય છે, પરંતુ અહીં કવિને એ અર્થ અભિપ્રેત નથી. જ્યારે ગઢપુરમાં શ્રી ગોપીનાથજીની મૂર્તિ નારાયણજીભાઈ નામના શ્રીજીમહારાજના અનન્ય આશ્રિત અને કુશળ શિલ્પકાર ઘડતા હતા ત્યારે એમની સામે મોડેલ તરીકે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં બિરાજ્યા હતા. શિલ્પીએ શ્રીહરિના અંગોઅંગને પ્રત્યક્ષ નીરખી-માપીને તેમની પ્રતિકૃતિરૂપે શ્રી ગોપીનાથજીની મૂર્તિ કંડારી છે. શ્રી ગોપીનાથજીની પ્રાણપ્રતિષ્ઠા બાદ શ્રીજીમહારાજે સૌ સંત હરિભક્તોની સભામાં જાહેરમાં એવું કહ્યું હતું કે આ ગોપીનાથજીની મૂર્તિમાં અમે અખંડ રહ્યા છીએ. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ‘ગોપીનાથ’ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ એવો અર્થ સર્વે સત્સંગીઓની સમજણમાં દ્રઢપણે પ્રવર્તે છે. કવિ આરતભર્યા અંતરે આજીજીપૂર્વક અવિનાશી અલબેલ ભગવાન શ્રી સ્વામિનારાયણને વારંવાર વિનવતા કહે છે કે હે મહારાજ! મારા કષ્ટ તમે કાપો. કવિના મતે કષ્ટ એટલે કેવળ ત્રિવિધ તાપ યાને આધિ, વ્યાધિ અને ઉપાધિ જ નહિ પરંતુ અનેક જન્મોની સંસૃતિરૂપ અજ્ઞાન, કર્મપાશ અને વાસનાનું કષ્ટ પણ એમાં સમાવિષ્ટ છે. સ્તોત્રના પ્રત્યેક ચરણમાં ભગવાનના સ્વરૂપના વિશેષણરૂપે અનેક નામો વપરાયા છે. દેવો, મનુષ્યો તથા ઋષિમુનિઓ સર્વેને જે વરવા યોગ્ય છે, જે જળ ભરેલા નવીન મેઘ સમાન શ્યામસુંદર છે, જેમણે એકલાએ જ કામદેવનો મદ ઉતાર્યો છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ ! તમે કૃપા કરીને મારું કષ્ટ તત્કાળ દૂર કરો. જેમનાં નેત્રો પૂર્ણ વિકસિત કમળ સમાન છે, જે પોતાના આશ્રિતોને સર્વ પ્રકારનાં પાપોથી મુક્ત કરનાર છે, તથા જે ગઢપુરમાં નિવાસ કરીને રહેલા છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! તમે કૃપા કરીને મારું કષ્ટ દૂર કરો. ભક્તજનોના લાલનપાલન માટે જેમણે સુવર્ણ અને રત્નોના આભુષણ ધારણ કરેલા છે, પોતાના આશ્રિતજનોના દોષમાત્રનો જેમણે નાશ કરેલો છે અને જે અનંત કલ્યાણકારી દિવ્ય ગુણોના ધામરૂપ સાર છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! તમે કૃપા કરીને મારું કષ્ટ તત્કાળ દૂર કરો. જે ધર્મકુળમાં શ્રેષ્ઠ છે, સત્પુરુષોને માટે જે હંમેશાં સુખદાયક છે અને જેમણે કંઠમાં દાડમના પુષ્પોના હાર ધારણ કરેલા છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! તમે કૃપા કરીને મારું કષ્ટ તત્કાળ દૂર કરો. જે સર્વનું સર્વ પ્રકારે મંગળ કરનારા છે, જેમની ચાલ હાથીની ચાલ કરતા પણ મસ્ત છે, અને જે પ્રેમવતી યાને ભક્તિદેવીના પુત્ર છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! તમે મારું સર્વ પ્રકારના કષ્ટથી રક્ષણ કરો. મુમુક્ષુમાત્ર માટે જે પરમાનંદનું કારણ છે, જે આસુરી સંપત્તિવાળા દુષ્ટજનોનો પરાભવ કરનારા છે અને જે અધર્મસર્ગનો ઉચ્છેદ કરી પૃથ્વી ઉપરથી પાપનો ભાર નિવારનાર છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારયણ! તમે મારું કષ્ટ કૃપા કરીને હરો. જે અનંત કોટી બ્રહ્માંડોને ધારણ કરીને નિભાવનારા છે, જે દુષ્ટ બુદ્ધિવાળા અસુરોને પણ અહૈતુકિ કૃપા દાખવીને પાવન કરનારા છે અને જે કાળના પણ મહાકાળ છે એવા હે શ્રીજીમહારાજ! તમે કૃપા કરીને મારું કષ્ટ કાપો. જે સત્પુરુષોને આનંદ આપનારા છે, જે નિત્ય છે, જે નિરંજન અર્થાત્ માયામાં પ્રવેશ કરવા છતાં માયાથી હંમેશાં અલિપ્ત રહે છે અને જે મૃત્યુના ભયથી પોતાના આશ્રિતોનું રક્ષણ કરનારા છે એવા શ્રીહરિ! તમે મારું સર્વ પ્રકારના કષ્ટથી કૃપા કરીને રક્ષણ કરો. જે બ્રહ્મપુર, અક્ષરધામ, ચિદાકાશ ઇત્યાદિ નામોથી ઓળખાતા દિવ્ય ધામમાં નિત્ય વસે છે, જેમનું જીવન, અવતરણ અને ચરિત્ર સ્વભક્તોના લૌકિક અને પરલૌકિક હિત માટે જ હતું અને જે કવિ શ્રી નિષ્કામાનંદ બ્રહ્મચારીનું આશ્રયસ્થાન છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! આપ કૃપા કરીને મને સર્વે પ્રકારનાં કષ્ટમાંથી મુક્ત કરો ગેયતા અને માધુર્યની દ્રષ્ટિએ આ ઠૂમરી અત્યંત રોચક છે. એમાં માત્ર શબ્દમાધુર્ય કે પદલાલિત્ય જ નથી પરંતુ અર્થગાંભીર્ય પણ એટલું જ અનોખું છે. સંપ્રદાયના સાહિત્યમાં આસ્ત્રોત્ર એક અનેરું સ્થાન ધરાવે છે.
ઉત્પત્તિ:
શ્રીજીમહારાજે ધોલેરામાં શ્રી મદનમોહનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે તેમણે વરુણીમાં ધોલેરાના પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ નાગજીભાઇ દવે તથા તેમના ત્રણે પુત્રો વિરજીભાઈ, દેવેશ્વરભાઈ અને ઘેલાભાઈને બેસાડ્યા હતા. દેવેશ્વર બાલ્યકાળથી જ અત્યંત વૈરાગ્યવાન, જ્ઞાની અને ભગવદીય હતા. સંતોના સતત સહવાસથી તેમના અંતરમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્યની ઉત્પત્તિ થઈ. તેમણે ત્યાગી થઈને સંપ્રદાયની સેવા કરવાનો પોતાનો સદ્‍વિચાર પોતાના કુટુંબીજનોને જણાવ્યો. પરિવારજનોએ રાજીખુશીથી તેમને ત્યાગી થવા માટે સંમતિ આપી. એટલું જ નહિ, તેમના પિતાશ્રી નાગજીભાઈ દવે તો તેમને લઈને વડતાલ આવ્યા ને સ્વહસ્તે આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને દેવેશ્વરનો હાથ સોંપી તેમને બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા આપવા ભલામણ કરી. આચાર્યમહારાજે દેવેશ્વરમાં ત્યાગી થવા માટેની ઉત્તમ યોગ્યતા ચકાસી તેમને બ્રહ્મચારીની દીક્ષા આપી તેમનું નામ ‘નિષ્કામાનંદ’ પાડ્યું. દીક્ષા ગ્રહણ કર્યા બાદ નિષ્કામાનંદ બ્રહ્મચારી વડતાલ મંદિરમાં સ. ગુ. શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીના શિષ્ય થઈને તેમની પાસે રહીની સેવા-સમાગમ તથા દેવસેવા કરતા. પૂર્વાશ્રમમાં જ સંસ્કૃત વાઙમયનો તલસ્પર્શી અભ્યાસ કરેલો હોવાથી બ્રહ્મચારી થયા બાદ થોડા સમયમાં જ સંપ્રદાયના શાસ્ત્રોમાં પ્રાવિણ્ય પ્રાપ્ત કરી તેઓ સમગ્ર સત્સંગમાં વિદ્વાન વક્તા અને કુશળ કવિ તરીકે ખ્યાતનામ થયા. તેમણે રચેલ સુંદર સંસ્કૃત સ્તોત્ર અષ્ટકોમાં હર હર ગોપીનાથ... એક અનેરી ભાત પાડે છે. ધ. ધુ. શ્રી વિહારીલાલજી મહારાજના સમયમાં વડતાલ દેશમાં જે વિદ્વાન સંતરત્નો વિદ્યમાન હતા તેમાં શ્રી નિષ્કામાનંદ બ્રહ્મચારીનું નામ પણ ગૌરવભેર ગણાતું. ‘હરિલીલીમૃતમ્’ની રચના વખતે આચાર્ય મહારાજે જે નવ વિદ્વાન સંતોને સલાહ સૂચન માટે આમંત્રેલા તેમાં શ્રી નિષ્કામાનંદ બ્રહ્મચારી એક હતા. સત્સંગ સાહિત્યની આજીવન અજોડ સેવા કરી અનેક જીવોને આત્યંતિક કલ્યાણના માર્ગે લઈ જનાર સંતવર્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શ્રી નિષ્કામાનંદજી સં. ૧૯૫૭ના જેઠ વદ આઠમે વડતાલમાં સ્વધામે સિધાવ્યા.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025