અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ ૩/૪

અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ,
	સત્ય કર્યું આજ શ્રીઘનશ્યામ રાજ	...અધમ૦ ૧
જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી,
	પ્રૌઢ પ્રતાપ જણાવી હદ વાળી રાજ	...અધમ૦ ૨
વિના સાધને સિદ્ધદશા પમાડી,
	સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ	...અધમ૦ ૩
રવિ આગે શશી તારા ન ભાસે,
	મતપંથ તેમ શ્રીહરિ પાસે રાજ		...અધમ૦ ૪
પ્રેમાનંદનો સ્વામી પૂરણ પ્રતાપી,
	પોતાના જનને સ્થિતિ અલૌકિક આપી રાજ...અધમ૦ ૫

 

મૂળ પદ

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી