શીદને ભટકો છો તમે ચતુર સુજાણ ૪/૪

શીદને ભટકો છો તમે ચતુર સુજાણ,
	પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ	...શીદને૦ ૧
આ ધામ ધામી ક્યારે નો’તા પધાર્યા,
	ઈશ્વર કોટિ સ્તુતિ કરીને હાર્યા રાજ	...શીદને૦ ૨
અવસર પર કોઈ અવનીએ આવે,
	તો તે માયાની આગે, કાંઈ ન ફાવે રાજ	...શીદને૦ ૩
ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય,
	જ્યાંથી આવ્યા તેમાં પાછા સમાય રાજ	...શીદને૦ ૪
આવો અવસર હવે ફરી નહિ આવે,
	પ્રેમાનંદ તાળી દઈને કા’વે રાજ	...શીદને૦ ૫

 

મૂળ પદ

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર;

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0