શામળિયો શણગાર સજીને રસિક મનોહર રાજે રે ૩/૪

શામળિયો શણગાર સજીને, રસિક મનોહર રાજે રે ;
ભૂધરજીની મૂર્તિ ભાળી, કોટી કામ છબી લાજે રે. શ્યા૦૧
વાયક વિલાસ કરે છે વહાલો, સુંદર હરિજન સાથે રે ;
સર્વસ્વ મારું વારીને નાખું, મોહનજીને માથે રે. શ્યા૦ર
હીરા માણેક લાલ જડાવું, કુંડળ પેહેર્યાં કાને રે ;
મોહ બંધાણો જોઇને મારે, વ્રજ જીવનને વાને રે. શ્યા૦૩
હેમ આરતી હાથ લઇને, નારદાદિ છબી નિરખે રે ;
બ્રહ્માનંદ ચરણરજ સેવક, હરિ મુખ જોઇને હરખે રે. શ્યા૦૪

મૂળ પદ

સુંદરવર શણગાર કરીને, સિંહાસન પર શોભે રે

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0