આજ હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી ૧/૧

આજ હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી...                         ટેક
આવરદા ક્ષણ ક્ષણમાં જાવે, વીતી પળ ફેર ફેર નહિ આવે;
  ભાવે હરિભક્તિ કરી લેવી...                                                   આજ.. ૧
ધ્રુવજીએ ટેક અચળ ધારી, પ્રહ્‌લાદની ભક્તિ અતિ ભારી;
  થયા સુખિયા હરિપદ સેવી...                                                  આજ.. ૨
પ્રભુ સંગે પ્રીત કરો દા'ડી, ચોરાશીનું ખત નાંખો ફાડી;
  સાચી વાત છે સમજ્યા જેવી...                                                આજ.. ૩
પ્રગટ પ્રભુને શરણે જાને, નારણદાસ કહે નિર્મળ થાને;
   લોકડિયાની લાજ તજી દેવી...                                                આજ.. ૪ 

મૂળ પદ

આજ હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય


Studio
Audio
0
0