જીવું છું રસિલા તારા, મુખડાને જોતી રે, હૈયાના હાર પ્યારા ૪/૮

જીવું છું રસિલા તારા, મુખડાને જોતી રે;
	હૈયાના હાર પ્યારા, નથડીનાં મોતી રે...ટેક.
મુખડું જોઈને તારું, મોહ્યું મન મારું રે;
	પિયર સાસરિયું સર્વે, થયું મુને ખારું રે...જીવું૦ ૧
અધર અમૃત પાને, થઈ હું તો ઘેલી રે;
	નિ:શંક થઈ છું લજ્જા, લોક કેરી મેલી રે...જીવું૦ ૨
નટવર નીરખી તુંને, અંતર ઠરે છે રે;
	દુરીજન લોક ઘોળ્યા, દાઝીને મરે છે રે...જીવું૦ ૩
મન કર્મ વચને, હું થઈ રહી તારી રે;
	મુખડા ઉપર જાયે, બ્રહ્માનંદ વારી રે...જીવું૦ ૪
 

મૂળ પદ

નંદના નંદન સાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૨
Studio
Audio
5
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
તન્મય ચૌધરી

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

મૂર્તિ પ્યારી રે
Studio
Audio
2
0