આરતી મહા પ્રભુકી, મંગળા કરે ૪/૪

આરતી મહા પ્રભુકી, મંગળા કરે ;               
ઈંદ્રાદિક દેવ આય, પાય જ્યું પરે.             આ૦ ૧
મુનિયનકે વૃન્દ આત, નંદ કે ઘરે ;            
દર્શ કાજ આતુર રાય, અંગને ફરે.              આ૦ ર
આજ્યપૂર અધિક નૂર, જ્યોતિ પ્રજરે ;      
અતિ સુગંધ વાન આન, ધૂપ લે ધરે.          આ૦ ૩
મંગળમય નિરખત મુખ, સર્વ દુઃખ હરે ;
બ્રહ્માનંદ નટવર છબી, પલ ન બિસરે.       આ૦ ૪ 

મૂળ પદ

મંગળ મહારાજહુકી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી