અતિ હેતે કરી મંગળ આરતી કરીએ કમલા વરની રે ૩/૪

 અતિ હેતે કરી મંગળ આરતી, કરીએ કમલા વરની રે ;          

નવલ પ્રીતિ કરી અખંડ નિરખવી, મૂર્તિ સુખસાગરની રે.         અ૦ ૧
ડાબે કાન શ્યામ તિલ બિંદુ, શોભા તેની ઝાઝી રે ;     
દક્ષિણ કપોલે તિલ ટીબકડી, જોઇ જોઇ થાયે રાજી રે.              અ૦ ર
શરદ કમલ જેવું મુખ સુંદર, દંત પંકિત રૂપાળી રે ;    
અધર પ્રવાલાં જેવા જોવા, આરતડી અજુવાળી રે.                  અ૦ ૩
પ્રભાતે ઉઠીને પહેલું, હરિનું દર્શન લેવું રે ;      
બ્રહ્માનંદ કહે નિશંક થઇને, કૃષ્ણતણાં થઇ રહેવું રે.                   અ૦ ૪

મૂળ પદ

અતિ હેતે કરી મંગળ આરતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી