દોડીને ગયા મુનિ દર્શને દેવ તણે દરબાર ૧/૪

દોડીને ગયા મુનિ દર્શને, દેવ તણે દરબાર ;
છાપ વિના દીઠા પોળીએ, પકડીને કાઢ્યા બહાર.
કોઇક મુખે ડારા કરે, કોઇક ઉગામે ચપાટ ;
બેઠા વિચારી મુનિ બારણે, મંદિર સામે હાટ.
ગુગળી વિપ્રને પૂછિયું, દર્શન કરાવો દેવ ;
વિપ્ર કહે આ ધામમાં, ધન લીધાની ટેવ.
મુનિ કહે અમને મળ્યાં, સદ્‌ગુરુ સહજાનંદ ;
દયા કરીને છોડાવિયો, ધન ત્રિયાનો ફંદ.
બ્રહ્માનંદ કહે વિપ્ર બોલિયો, ગુરુને બહોળું દામ ;
પોતે પરમેશ્વર થઇ ફરે, તારે આંહી શું કામ.

મૂળ પદ

દોડીને ગયા મુનિ દર્શને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી