અચલ ધણી શ્રીનાથજી રે, સખી વર્યા મેં તો નાથ; ૪/૪

અચલ ધણી શ્રીનાથજી રે, સખી વર્યા મેં તો નાથ;
			મનોહર માવજી રે	...ટેક.
જન્મ ધર્યા બહુ લોકમાં રે, આવ્યો નો’તો આવો દાવ...મનો૦ ૧
પ્રગટ પ્રભુ જ્યારે મળે રે, ત્યારે જાય સર્વે દુ:ખ;
પૂર્ણકામ અનાદિ હરિ રે, મળ્યે થાય અતિ સુખ	...મનો૦ ર
જીવ ઈશ્વરના નિયંતા રે, કાળ માયાના નાથ;
બ્રહ્મા શિવ સૂર્ય ચંદ્રાદિ રે, આજ્ઞામાં રહે જોડી હાથ	...મનો૦ ૩
જીવઈશ્વરકોટિ તણા રે, કૃષ્ણ જાણો આધાર;
પરમેશ્વર પરમાત્મા રે, સર્વેના છે કરતાર		...મનો૦ ૪
અનંત બ્રહ્માંડ જેના તેજમાં રે, થાય છે સર્વે લીન;
એવા નટવર શામળો રે, તારવા આવ્યા જીવ દીન	...મનો૦ પ
અઘમોચન દીનેનાથજી રે, દયા કરી છે દયાળ;
રાધાવર ઘનશ્યામજી રે, ભક્ત તણા પ્રતિપાળ	...મનો૦ ૬
દરશન દઈ સુખ આ સમે રે, આપ્યું હરિવરે આપ;
કરુણાનિધિ કરુણા કરી રે, ટાળ્યાં સર્વેનાં પાપ	...મનો૦ ૭
નિષ્કામી સંત બહુ કર્યા રે, ફર્યા લઈ સર્વે દેશ;
અગણિત જીવને તારિયા રે, ધારી રૂડો વર્ણી વેશ	...મનો૦ ૮
ખામી ભાંગી બહુ દિનની રે, મળ્યા છે જીવનપ્રાણ;
જ્ઞાનમુનિનો વાલમો રે, રેલ્યા સુખના મે’રાણ	...મનો૦ ૯
 

મૂળ પદ

સખી મેં તો ઘનશ્યામજી રે, દીઠા ગોમતીને તીર;

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી