અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે, ૪/૪

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,
		માટે વરી રે’વું અખંડ વાલા સાથ રે	...૧
દિવ્ય મૂર્તિ અવિનાશી પુરુષ એક રે,
		શાસ્ત્ર પુરાણ વેદ કહે છે વિવેક રે	...૨
બીજા નર કાળ માયાનો છે ચારો રે,
		તેને ભજે તેનો થાય જન્મ ખવારો રે	...૩
પ્રભુ પ્રભુના સંત કલ્યાણકારી રે,
		એમ જાણી સેવો સર્વે નરનારી રે	...૪
આ પદને શીખે સુણે નિત્યે ગાય રે,
		જ્ઞાનમુનિના સ્વામી વિમાને તેડી જાય રે	...૫
 

મૂળ પદ

બેની હું તો હરિના ગુણ નિત્યે ગાવું રે,

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી