સખી આજ ગઇતી હું તો દર્શને રે, ૧/૪

સખી આજ ગઈતી હું તો દર્શને રે,
	ધર્મલાલ બોલ્યા થઈ પ્રસન્ને રે		...સખી૦ ૧
મારા જન સર્વે તમે સાંભળો રે,
	કરી એકાદશી ભજો શામળો રે		...સખી૦ ૨
શાસ્ત્ર પ્રમાણે એકાદશી કરવી રે,
	પાપી જીવની સોબત પરહરવી રે	...સખી૦ ૩
દશે ઇન્દ્રિયો જીતી વ્રત કરવું રે,
	દિનરાત્રી ભજન ચિત્ત ધરવું રે		...સખી૦ ૪
જ્ઞાનમુનિના સ્વામી બોલ્યા તે હસી રે,
	આવો મળીએ કરી તમે એકાદશી રે	...સખી૦ ૫
 

મૂળ પદ

સખી આજ ગઇતી હું તો દર્શને રે,

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી