હાંરે આવો એક વાત કહું હેલી કે વહાલે મારે કીધી રંગરેલી રે ૧/૪

હાંરે આવો એક વાત કહું હેલી, કે વહાલે મારે કીધી રંગરેલી રે.
ગોવાળા નુતરીઆ ઘેરે, કે પાક કરાવ્યા બહુ પેરે રે.
સજની દીપક અજવાળ્યા, કે આંગણે ઢોલીડા ઢાળ્યા રે.
ઢોલીડે બેઠા ગોવાળા, કે વહાલો વિચ ઉભા રૂપાળા રે.
સુથલણીની નાડી લટકે, કે જોઇ જોઇ મન મારું અટકે રે.

બહ્માનંદ કહે પલવટ વાળી, કે મનોહર પીરસે વનમાળી રે. ૬ 

મૂળ પદ

હાંરે આવો એક વાત કહું હેલી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી