Logo image

લાગે વૈકુંઠથી રૂડું વરતાલ, હિંડોળે હરિ ઝૂલતા રે

લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળે હરિ ઝૂલતા રે;
	ફૂલદોલનો ઉત્સવ રસાલ...હિંડોળે૦ ટેક.
થઈને પરોણા પધાર્યા હરિ આંગણે,
વારી વારી જાઉં હું તો વહાલાને વારણે;
	હે...ઊડે રુદિયામાં રંગ ગુલાલ...હિંડોળે૦ ૧
ફૂલ ગુલાબ ને મોગરાથી મહેંકતો,
બાર બાર દ્વારનો હિંડોળો શોભતો;
	હે...કરી નિષ્કુળાનંદે કમાલ...હિંડોળે૦ ૨
પ્રગટ પ્રભુને આજ હૈયે ઝુલાવો,
જન્મોની પ્રીતે મળે દર્શનનો લહાવો;
	હે...કરે હરિભક્તોને નિહાલ...હિંડોળે૦ ૩ 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પ્રસંગ :
હિંડોળા, ડોલ, ડોલો ,ઝૂલો,
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
ફૂલ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
હિંડોળા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026