છપૈયાથી મહારાજ વે’લા આવજો રે લોલ ૧/૧

છપૈયાથી મહારાજ વે’લા આવજો રે લોલ;
કરવી મારે મનડા કેરી વાત જો,
	વસમી વેળાએ વે’લા આવજો રે...વસમી૦ ૧
અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ,
	મારે તમારો એક જ આધાર જો...વસમી૦ ૨
આજનાં દીધેલાં તમને નોતરાં રે લોલ,
	જો જો જીવન જોવી ના પડે વાટ જો...વસમી૦ ૩
દાદાખાચરે દરબાર સોંપિયા રે લોલ,
	લાડુબાએ પૂજ્યા કરી પ્યાર જો...વસમી૦ ૪
ભક્તોનો સાદ તમે સાંભળતા રે લોલ,
	તર્ત થતા માણકીએ અસવાર જો...વસમી૦ ૫
ચરણ ચાંપી પીપળો ચલાવિયો રે લોલ,
	એવા પ્રગટ પરચાના પૂરનાર જો...વસમી૦ ૬
 

મૂળ પદ

છપૈયાથી મહારાજ વે’લા આવજો રે લોલ

મળતા રાગ

ગરબી

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
1