તારી વતે રે વાલમ વશ કરી રે ૨/૪

પદ - ૨/૪

તારી વતે રે વાલમ વશ કરી રે,

વશ કરી રે લીધા પ્રાણજ હરી રે, તારી૦ ટેક. 

વાત કોયે જો રીતે, કરો છો પ્રીતિ રે વાલા;

તે તો મારા ચિત્તડામાં ખુતી ખરી રે. તારી૦ ૧ 

વાત તમારી સારી, સદા સુખકારી રે વાલા;

વળી વળી સુણુ જાણું શ્રવણ ધરી રે. તારી૦ ૨

સુણી એ વાતો અમે, નથી રહેવાતું રે વાલા;

જાણું ભેટું રે આવી ભાવ ભરી રે. તારી૦ ૩ 

નિષ્કુળાનંદના પ્યારા, સનેહી મારા રે વાલા;

હેતની વાતો હવે કરજો હરિ રે. તારી૦ ૪

મૂળ પદ

તારી મીટે રે મોહન મન હરિયાં રે, મન હરિયાં રે જાણું જાદુ કરિયાં રે

મળતા રાગ

પરજ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી