શોભે સુંદરવરરાય રે, આવ્યા મંડપ માયરા માંય રે ૨/૪

૬.                                               પદ-૨/૪/૨૪

શોભે સુંદરવરરાય રે, આવ્યા મંડપ માયરા માંય રે .         -૧

જોયા કેસરીયો વર કાજુ રે, બાંધ્યા પંચરંગી ફૂલના બાજુ રે.  -૨

શિર પેચ ને છોગું કલંગી રે, જોઇ લાજે તે શત્રુ અનંગી રે.    -૩

પાઘ પાંપણ પેચ ખસીલો રે, ધાર્યો ઉરમાં તે રંગ રસીલો રે.  -૪

કરૂણારસ ભરી દ્રગ રસીલો રે, ભૃહ વામ કબાન કસીલો રે.    -૫

મુખ શરદ શશીથી રૂપાળું રે, જોઇ ઉરમાં કરે અજવાળું રે.     -૬

નાસ નમણી ને ગૌર કપોળ રે, અંગે ઉપરણો રંગ ચોળ રે.    -૭

 

કરણે કુંડળ મીનાકારી રે, કહે વૈષ્ણવાનંદ જાઉં વારી રે.       -૮

મૂળ પદ

ચુડો પેર્યો દાસ ગોરો રે, વરવા લેરખડો વર લેરો રે

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0