અધર પ્રવાળા સમ શોભે રે, જોઇ મુનિવરનાં મન લોભે રે ૩/૪

૭.                                            પદ-૩/૪/૨૪
અધર પ્રવાળા સમ શોભે રે, જોઇ મુનિવરનાં મન લોભે રે.                -૧
દાંત ડોલરની આવળિયું રે, જાણે દાડ્યમ બીજની કળીયું રે.            -૨
ચિબુક રેખ રસીલી રાજે રે, કોટ શંખ શિખંડ બીરાજે રે.                      -૩
મોતી માળ ને કૌસ્તુભ સાર રે, પેર્યા પંચરંગી ફૂલ હાર રે.                 -૪
વાઘો પેર્યો કસુંબલ રંગે રે, વરણાગી ધોતી ધરી અંગે રે.                  -૫
કસી બાંધી કેડ્ય કેશરીયો રે, પેરી કટી મેખલા રંગ ભરીયો રે.        -૬
ચાખડીએ ચડ્યા ચિત્તચોર રે, આવ્યા તોરણે અજબ મરોર રે.        -૭
પુંખી લીધા મુલ માયા સાસુરે, આવ્યા મંગલ માયરે આશુ રે.           -૮
 પાટ ઉપર પ્રભુ પધરાવ્યા રે, વાલો વૈષ્ણવાનંદને ભાવ્યા રે.          -૯
 

મૂળ પદ

ચુડો પેર્યો દાસ ગોરો રે, વરવા લેરખડો વર લેરો રે

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી