પુજ્યા ગોત્રી સંત અપાર રે, પુજ્યા ગણપતિ સુરજ સાર રે ૪/૪

૮                                            પદ-૪/૪/૨૪૬

પુજ્યા ગોત્રી સંત અપાર રે, પુજ્યા ગણપતિ સુરજ સાર રે.   -૧

પુજ્યા ભવ ભવાની મહંત રે, પુજ્યા અંજની સુત હનુમંત રે. -૨

પ્રકટ અવતારે સર્વે પુજ્યા રે, પ્રકટ દેવ મુનિવર બીજા રે.    -૩

હરિયે હસ્ત મેળાપન કરીયું, લાડળિયું એને સર્વે વરીયું રે.    -૪

કર કોમળ ગ્રહણ કરીને રે, જનને અભય કરે છે વરીને રે.     -૫

કાળ માયા મા બાપ મુકાવ્યા રે, હરિને વરવા છેલે ભવ આવ્યા રે.      -૬

સર્વે અબળામય જન દેખો રે, પુરુષ પુરોષોત્તમ વર પેખો રે.  -૭

 

જગ જીવ છે અબળા બાળ રે, કહે વૈષ્ણવાનંદ ખાય કાળ રે.  -૮

મૂળ પદ

ચુડો પેર્યો દાસ ગોરો રે, વરવા લેરખડો વર લેરો રે

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ પઢારીયા+જય ચાવડા+દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0