રાયરે ભીમક તારૂં શહેર બહુ સાંકડું, મારા હરિવરના હાથીડા ન માયરે; ૧/૧

૬૭ પદ-૧/૧/૬૬, રાગ ધોળ
(ઢાળ – સખી રે આજ આનંદ મારા ઉરમાં.)
રાયરે ભીમક તારૂં શહેર સાંકડું, મારા હરિવરના હાથીડા ન માયરે;
                                                                     વિઠ્ઠલ વર આવે વાંકડો.   ટેક.
રાયરે ભીમક તારી બજારુ બહુ સાંકડી; રથ પાલખીને સાંકડ બહુ થાય રે-      વિઠ્ઠલ૦ ૧
રાયરે ભીમક તારા ચૌટા બહુ સાંકડા; ચૌટે આતશબાજી નવ ઉડવાય રે -      વિઠ્ઠલ૦ ૨
રાયરે ભીમક તારી શેરી બહુ સાંકડી; મારા હરિવરના જાનૈયા કચરાયરે -        વિઠ્ઠલ૦ ૩
રાયરે ભીમક તારી મેડી બહુ સાંકડી; મેડીએ અમર વેમાન અટકાય રે -          વિઠ્ઠલ૦ ૪
રાયરે ભીમક તારાં બારણાં બહુ સાંકડાં; બારણે અસવારી ઉભી અકળાય રે    વિઠ્ઠલ૦ ૫
રાયરે ભીમક તારે આંગણિયે ઉભા રયા; ત્રિભુવન પતિ પરબ્રહ્મરાય રે -           વિઠ્ઠલ૦ ૬
રાયરે નિરખીને ન���ણાં રે શીતલ થયાં; તન મન પ્રેમાનંદ વારી જાય રે -             વિઠ્ઠલ૦ ૭

 

મૂળ પદ

રાયરે ભીમક તારૂં શહેર બહુ સાંકડું, મારા હરિવરના હાથીડા ન માયરે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગ્ન ઢાળના કીર્તન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0