અવસર આવ્યો આજ સપરમો, આનંદ અંગે ન માયરે; ૧/૨

 ૮૪                                      પદ-૧/૨/૬૬ રાગ ધોળ

(ઢાળ – ધન્ય ધન્ય દીન રળીયામણો.)
અવસર આવ્યો આજ સપરમો, આનંદ અંગે ન માયરે;
જાનૈયાને પેરામણી, લાવ્યા ભીમકરાય રે.                   ૧
ભાત ભાતનાં રતન અમોલિક, માણેક મોતી હીરા રે;
શાલ દુશાલા પટ પિતાંબર, જરકસિયા ચીરા રે.          ૨
કસુંબલ કેશરીયાં ને, અંબર બહુ રંગ રે;
જેને જેવા જોયે તેવાંને, આપ્યાં તે ઉમંગ રે.                ૩
શિરપેચ સોતિ પાઘ કસુંબી, કલંગીને તોરા રે;
કાને મોતી કુંડળ જડાઉં, કોટે ઉતરી દોરા રે.               ૪
બાજુબંધ ને કડાં સાંકળાં, પોંચી વીંટી વેઢ રે;
તોડા પગમાં રતન જડાઉં, કંદોરા સોહે કેડ રે.             ૫
બ્રાહ્મણ ક્ષત્રી દેવ મુનિને, જેવા જોઇએ તેવા રે;
ભુષણ અંબર ઢગલા, કીધા જાનૈયાને દેવા રે.             ૬
ભીમક રાયે આજ્ઞા આપી, જોઇએ તેવા પેરો રે;
હરીવરને માથે મેલ્યો, મોતીડાંનો સેરો રે.                  ૭
અંબર અમોલિક ભુષણ માંઇ, જાનૈયા ગરકાવ રે;
પ્રેમાનંદ કહે શોભે જાણે, રાજાના ઉમરાવ રે.              ૮
 

મૂળ પદ

અવસર આવ્યો આજ સપરમો, આનંદ અંગે ન માયરે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી