મારે દિન રે મંગલકારી આવિયો રે, કર્યો વિવાહ વિઠ્ઠલ વર સંગ; ૨/૪

૧૨૧                                     -:: પદ-૨/૪/૧૮ ::-

મારે દિન રે મંગલકારી આવિયો રે, કર્યો વિવાહ વિઠ્ઠલ વર સંગ;

બીજા પુરુષ સામું રે હવે નવ જોવું, મનમાં ચડિયો મોહન કેરો રંગ.   મારે૦૧

મારો કરૂણા કરી કર ઝાલિયો, હવે નથી બીજાની તે આશ;

જેના દર્શન દુર્લભ દેવને, નિત્ય રહે તે મારે પાસ.                     મારે૦૨

આવ્યા અક્ષર ધામથી અલબેલડો, કરવા જીવ અસંખ્ય બ્રહ્મરૂપ;

એવા વર વરતાં રે શાની લાજડી, બીજા વર માયાના છે કુપ.                મારે૦૩

દાસ ગોપાલ કહે રે મુજને વર્યા, આજ થઇને ધર્મ કુમાર;

 

એનું શરણું ગ્રહે રે સુખ પામીએ, ટળે સર્વે ચોરાસીનો માર.           મારે૦૪

મૂળ પદ

હું તો વર વરી રે વરણાગીઓ પોતે સહજાનંદ ભગવાન; રૂડી મૂર્તિ મનોહર માવની;

રચયિતા

ગોપાલદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગ્ન ઢાળના કીર્તન
Studio
Audio
0
0