એવા મળ્યા છે મહારાજ, જે કોય સર્વેના શ્યામ છેરે, ૪/૮

પદ-૪
એવા મળ્યા છે મહારાજ, જે કોય સર્વેના શ્યામ છેરે,
વળી રાજ એ અધિરાજ, એને આધારે સહુ ધામ છેરે. ૧
ધામધામના જે રહેનાર, હજુર રહે છે જોડી હાથનેરે,
કરી આરત્યશું ઉચ્ચાર, શિશ નમાવે છે નાથનેરે.     ૨ 
શિવ બ્રહ્મા ને સુરેશ, દેવ અદેવ રહે છે ડરતારે,
જેની આજ્ઞામાં અહોનિશ, શશિ સૂરજ રે’છે ફરતારે.   ૩ 
કંપે કાળ માયા મનમાંય, અતિ ઘણું અંતરમાંરે,
કહે નિષ્કુલાનંદ કાંય, તું પણ ડરને તેના ડરમાંરે.    ૪ 

મૂળ પદ

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં હારજ્યો રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી