જય જય બાલાજી જય જય બાલાજી, આરતી આરત હૃદયે(૨) કરૂં થઇ રાજી ૧/૧

    II  બાલાજી હનુમાનજી મહારાજની આરતી. II
 
જય જય બાલાજી જય જય બાલાજી, આરતી આરત હૃદયે(૨) કરૂં થઇ રાજી.                     જય૦ ૧
આંક કુસુમની શોભે વૈજંતી માળા (૨) ભાંગો દુઃખ દુઃખિયાના, (૨) ગરવી ગદાવાળા           જય૦ ૨
સિંદુર ચર્ચિત કાયા, શોભે છે સારી (૨)નામ તમારું જપતાં (૨) અંતર દ્યો ઠારી                      જય૦ ૩
વાગી સાંગ લખનને, મૂર્છા થઇ ભારી (૨)સંજીવની લઇ લાવ્યા (૨) દ્રોણાચલ ધારી             જય૦ ૪
શોકસિંધુમાં ડૂબ્યા, ભાઇ ભરત જ્યારે (૨)આવી અચાનક ચિંતા (૨) ટાળી તમે ત્યારે            જય૦ ૫
જન્મતા સૂરજ પકડ્યો, રાહુને માર્યો (૨)રામશરણ લાવીને (૨) વિભિષણને તાર્યો                 જય૦ ૬
યુદ્ધે અર્જુન રથની, રક્ષા કરનારા (૨)સહાયક પાંડવ જનના (૨) કૌરવ દલનારા                  જય૦ ૭
ધર્મદેવને ભવને, ભીડ સમય ભાળી (૨)કૃત્યાઓ કાળીને (૨) પગથી પડતાળી                    જય૦ ૮
લાવી શ્રીઘનશ્યામ, સોંપ્યા ભક્તિને (૨)દુઃખ કાપ્યું સુખ આપ્યું (૨) નમું આ શક્તિને            જય૦ ૯
વર્ણીરાજની વનમાં, કરી ઘણી સેવા (૨)કૂળદેવ સત્સંગના (૨) દેવાધિદેવા                          જય૦ ૧૦
યુગ યુગમાં અંજનેય, ચિરંજીવ વિચરો (૨)નરતનુ નારાયણની (૨) સમરે સેવા કરો            જય૦ ૧૧
ત્રેતે રામને સેવ્યા, દ્વાપરે વાસુદેવ (૨)સ્વામિનારાયણ પ્રભુની (૨) કરી કલિમાં સેવ               જય૦ ૧૨
સકલ કામના હીન, દીન હરિ આગે (૨)આપો સર્વે જનને (૨) વાંછિત જે માગે                       જય૦ ૧૩
બુદ્ધિ પ્રબળ બહુ નિર્મળ, બળવંત છો બંકા (૨)હજુયે તારા વાગે (૨) લંકામાં ડંકા                  જય૦ ૧૪
રુદ્ર અગ્યારમા શિવજી, કાળ દાનવનાં (૨)સુખકર્તા દુઃખહર્તા (૨) સર્વે માનવનાં                   જય૦ ૧૫
એક નિષ્ઠ ઉપાસક, રામ તણા કેવા? (૨)શ્રી હરિ વચનામૃતમાં(૨)  યાદ કરે  એવા.              જય૦ ૧૬
જપતાં મંત્ર તમારો, સુત વિત્ત ભોગ મળે(૨)રામચરણ રતિ જાગે(૨)  પાપ બધા પ્રજળે.       જય૦ ૧૭
ૐ નમો હનુમતે, ભય ભંજનાય (૨) સુખં કુરૂ ફટ્ સ્વાહા (૨)  જપે રંક ને રાય                        જય૦ ૧૮
મંદમતિ બલહીન, ભવે ભટકતો હું(૨) શરણ તમારૂં મળતાં (૨)  શાંતિ પામ્યો છું.                  જય૦ ૧૯
ગુરૂ ગુણાતીત સેવક, બાલમુકુંદ સ્વામી,(૨) કરી પ્રતિષ્ઠા તમારી (૨) બાલાજી નામી             જય૦ ૨૦
અદ્‌ભુત આરતી આપની, જે ભાવે ગાશે, (૨)કળિમળ કિલ્બિષ જાશે (૨)  સુખ શાંતિ થાશે      જય૦ ૨૧
રાજદુર્ગના રાજા, સહાય સદા કરજો (૨) દાન એટલું માગું (૨) સંકટ સૌ હરજો.                     જય૦ ૨૨  

મૂળ પદ

જય જય બાલાજી જય જય બાલાજી, આરતી આરત હૃદયે(૨) કરૂં થઇ રાજી

રચયિતા

કીર્તનપ્રિય

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0