પધારોને મોહન મરમાળા, મનમાં ચોંટયા માવજી, વાલા નેણુંના ચાળા ૪/૪

પધારોને મોહન મરમાળા;
	મનમાં ચોંટયા માવજી, વાલા નેણુંના ચાળા...પધારો૦ ૧
સેજ બિછાવી ફૂલડે, અતિ દીપક અજવાળા;
	નટવર તારા નામની, ઊભી ફેરું છું માળા...પધારો૦ ૨
જામા પહેરો જરકસી, બાંધો ફેંટા રૂપાળા;
	મીઠી વાજ્યો મોરલી, લાવી પરજ તણા ઢાળા...પધારો૦ ૩
તમ વિના ખૂલતાં નથી, મારાં અંતરનાં તાળાં;
	બ્રહ્માનંદના નાથજી, આવો સુંદર છોગાળા...પધારો૦ ૪
 

મૂળ પદ

આવો હરિ મંદિરીએ મારે, કુંવર રંગીલા કાનજી

મળતા રાગ

સોરઠ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પધારોને
Studio
Audio
0
0