બલિહારી ઘનશ્યામ સુંદરની અક્ષરધામના સ્વામી રે ૧/૪

બલિહારી ઘનશ્યામ સુંદરની, અક્ષરધામના સ્વામી રે ;
ધર્મતણે ઘેર પ્રગટ થયા હરિ, જગપતિ અંતરજામી રે.
કરુણા રસ અતિ પ્રગટ કરીને, પાર કર્યાં નરનારી રે ;
ભાગ્ય બડાં તેને મન ભાવ્યા, અકળ કળા અવતારી રે.
ધર્મનો મહિમા છે ભારી ; જગમાં રહ્યો અતિ છાઇ રે ;
હરિના સંબંધી તે હરિને જપે રે, પૂજવા યોગ્ય સદાઇ રે.
દેહધારી સરખાં દીઠામાં, એની વાતુ અતિ આઘિ રે ;
કોમળ સુંદર જેના રે કુળમાં જન્મ્યા તે શ્યામ સુહાગીરે ;
પૂરવ ભવનાં પુણ્ય વિના કાંઇ, એવો તે લાભ ન આવે રે;
બ્રહ્માનંદના નાથની ભાભિયું, ભૈયાજી કહીને બોલાવે રે.

મૂળ પદ

બલિહારી ઘનશ્યામ સુંદરની

મળતા રાગ

પાછી આપો તમારો પાડ રે મારી ધોરાજીની ધાબળી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0