કોણ જાણે તે શાં તપ કીધાં ધર્મતણે પરિવારે રે ૨/૪

કોણ જાણે તે શાં તપ કીધાં, ધર્મતણે પરિવારે રે ;બહુ વિધિ હેતે કરીને બોલાવે, વહાલોજી વારમવારે રે.   
ધર્મદેવના વંશનો મહિમા, મુખથી કહ્યો નવ જાય રે ;મનમોહનજીના કુટુંબનાં માણસ, થોડે પુણ્ય ન થવાય રે. 
માયાના જીવ તે મર્મ ન સમજે, સૌ સરખાં એને જાણે રે.હરિના સંબંધી હોય તેને હરખે, વિધિ વિધિ વેદ વખાણે.  
પૂરણ પુણ્ય હોય તે પ્રાણી, સ્નેહ કરે એની સાથે રે ;સર્વેથી અધિક કરીને રે *ટેવ્યા, નિશ દિન દિનાનાથે રે.  
જગજીવન પોતાના રે જાણી, પ્રાણથકી કીધાં પ્યારાં રે ;બ્રહ્માનંદ કહે જીવો હરિને, દાદાજીનાં કહેનારાં રે. 

*ગણનામાં લીધા 

મૂળ પદ

બલિહારી ઘનશ્યામ સુંદરની

મળતા રાગ

પાછી આપો તમારો પાડ રે મારી ધોરાજીની ધાબળી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0