મંદિર મારું મેલીને અળગા આઠુ જામ, જીવન જાશોમા ૪/૪

૬૫૧       પદ-૪/૪

મંદિર મારું મેલીને II અળગા આઠુ જામ, જીવન જાશોમા II

જતન કરીને જાળવશું II દોયલી વેળાનાં દામ II જી II ૧ II

ચરણકમળ લુશું અમે II લોચનિયેશું નાથ  II જી II

હાલો તો ધરીયે આગે II હરિવર તમને હાથ II જી II ૨ II

ત્યાગ કર્યાં મેં તમ અર્થે II સગા કુટુંબ પરિવાર II જી II

અમારે નથી અળગો II તમ વિના આધાર II જી II ૩ II

જીવન દોરી જે મારી II તે તો તમે એક II જી II

અમસરખાં તો તમ વાંસે II આથડે અનેક II જી II ૪ II

સ્વામી સર્વે વાળોને II ખોયલા દિના ખંગ II જી II

 

ભૂમાનંદના વાલાજી II અર્પણ કરીયે અંગ II જી II ૫ II

મૂળ પદ

મોહન તમને મળવાને તલફે મારું મન, મંદિર માલોને

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0