કરુણાનિધિનાં થયાં રે કુટુંબી તે મોટા પુણ્યવાળા રે ૪/૪

કરુણાનિધિનાં થયાં રે કુટુંબી, તે મોટા પુણ્યવાળા રે ;    
સર્વે તે પૂજવા જોગ સદાઇ, બૂઢાં તરુણાં બાળા રે.        
શામળિયો જેના ઘરની રે ચિંતા, રાખેછે સાંજ સવારી રે; 
ધર્મવંશના નર ત્રિય તેને, મુખિયા તે મોરારી રે.  
કોઇને રિસાવેને કોઇને મનાવે, કોઇને કહે કાંઇ માંગોરે;  
કોઇને કહે તમે છેટે રહીને, પ્રેમેથી પાયે લાગો રે. 
કોઇનાં ક્યારે કુવખાણ કરે વળી, કોઇને કહે તમે સારારે ;
એમ કરીને આનંદ ઉપજાવે, ચરિત્ર મનોહર પ્યારા રે.   
બહુનામી જેનાં બાળકડાંને, રાજી થઇને રમાડે રે ;       
બ્રહ્માનંદ કહે ભાભિયું હરિને, દહીંવડા જમાડે રે.  

  

મૂળ પદ

બલિહારી ઘનશ્યામ સુંદરની

મળતા રાગ

પાછી આપો તમારો પાડ રે મારી ધોરાજીની ધાબળી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0