સજની શું કહીયે રે સુખની વારતા રે વાલે મુને આપ્યું એકાંતમાં આજ ૪/૪

૬૮૪     પદ -૪/૪

સજની શું કહીયે રે સુખની વારતા રે II વાલે મુને આપ્યું એકાંતમાં આજ II

અધુરા અમૃત પાઇ રે અમર મુને કરી રે II છાતીમાંઇ ચાંપીને મળ્યા મહારાજ II સજII૧II

દારૂણ દુઃખ હર્યુ રે, ભુજદંડ શિર ધર્યા રે II ચરણકમળ ચાંપ્યા છાતી માંઇ II

હસીને બોલાવે રે હરિવર હેતેથી રે II વારંવાર ઝાલીને મારી બાંય II સજII૨II

રાજી થઇને રીઝ્યા રે વાલો મુજ ઉપરે રે II આપ્યું સુખ અલૌલિક એકાંત II

 

ભૂમાનંદનો સ્વામી રે સેજ પધારિયા રે II આજ મારું ચિત્ત પામી ગયુ શાંત II સજII૩II

મૂળ પદ

મંદિર મારે આવ્યા સ્વામી સૂરજ ઉગતે રે વધાવ્યા મેં ભરી મોતીનો થાળ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
0
0