આ છે મારી અટલ પ્રતિજ્ઞા રાખીશ શિરને સાટે ૧/૧

આ છે મારી અટલ પ્રતિજ્ઞા રાખીશ શિરને શાટે,
			બનવું મારે દાસ હરિના, હરિના સુખને માટે; આ છે મારી...૧
હરિને ગમવા સંતને ગમવા ધર્મ નિયમ ધારીશ હું,
	શ્રીજી સંતને ગમવા, ભક્તોને પણ નમવા, માન અહં મારીશ હું; આ છે મારી....૨
શ્રી હરિ વચને, સંતને વચને કરીશ દેહના ચુરા,
	મારી મારા મનને, લુંટાવીશ આ તનને, દાસ થવા હું પુરા; આ છે મારી....૩
સુખડા દેવા દુખડાં લેવા હરિ હરિજનના સદાયે,
	કરવા મનથી સેવા, સુયશ પ્રભુને દેવા, તત્પર રહીશ સદાયે; આ છે મારી....૪ 
 

મૂળ પદ

આ છે મારી અટલ પ્રતિજ્ઞા રાખીશ શિરને સાટે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
પાર્થિવ ગોહિલ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
દિપક શાહ + જયેન્દ્ર કલ્યાણ
અટલ પ્રતિજ્ઞા
Studio
Audio
4
2