કાળજા કેરો કટકો, મારો સૂઈ જાને ઘનશ્યામ ૧/૧

કાળજા કેરો કટકો, મારો સૂઈ જાને ઘનશ્યામ (૨)...ટેક.
પ્રેમથી પોઢો પડખે મારે ભરીને મને બાથ,
	સૈયા કરી સુંવાળી વાલા હેતે કરી મારા વીર,
	કુમળી તારી નમણી કાયા થાક્યા હશો મારા પીર;
		માલીશ કરી થાક ઉતારું હળવે હળવે હાથ...કાળજા કેરો૦ ૧
	ગાયનું તાજું દૂધ કર્યું છે કેસરિયું કઢેલ,
	પ્રેમથી વાલા પાન કરીને સુઈ જાવ મારા છેલ;
		અડધી રાતે ભૂખ્યા થશો તો જમાડીશ મારે હાથ...કાળજા કેરો.૦ ૨
	પ્રેમથી વાલા હાથ પસારું બાલુડા મારા લાલ,
	ચુંબનજડીથી નવરાવું સવારું કરી વ્હાલ;
		હેતે કરી હરિ ચાંપીને રાખું ભેળી રાખું ભરી બાથ...કાળજા કેરો૦ ૩
	હિચકો ખાતા પોઢવું હોય તો હિચકો છે તૈયાર,
	હેતે કરી વાલા હિચકો નાખું વરસાવી હું વ્હાલ;
		મીઠી નીંદર લાવવા તને કરું મધુર ગાન...કાળજા કેરો૦ ૪ 
 

મૂળ પદ

કાળજા કેરો કટકો, મારો સૂઈ જાને ઘનશ્યામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અનિકેત કુલકર્ણી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
પોઢો પ્રાણ આધાર
Studio
Audio
0
0