જાંબુડામાં સરસ મજાના કાળા ભમ્મર જાંબુ ૧/૧

જાંબુડામાં સરસ મજાના કાળા ભમર જાંબુ

ખાવાનું મન થયું મિત્રોને નવ વિચાર્યું લાંબુ

પહોંચ્યા મિત્રો ઘનશ્યામ પાસે, પૂછે પ્રભુને જાંબુડા ખાશું ?

બોલ્યા ઘનશ્યામ હમણાં જઈએ, વાત મોટી છે એમાં શું ?

નીચે પડેલા પાકા પાકા, જાંબુ પહેલા ખાધા જાજા

પછી ઘનશ્યામ ચડ્યા જાંબુડે, લેવા કાજે જાંબુ તાજા

જાંબુડાની જામી રંગત, લેવા થાયે દોટમદોટી

ધરાર ધણી ત્યાં જાંબુડાનો, આવ્યો હાથમાં લઈને સોટી

બીક બતાવી “ ઉભા રહેજો,” એમ બબડતો આવે

કહે પ્રભુ છે ગામનો જાંબુ , ક્યાં છે જુઠા તારો તે તો ?

ખિજાયો ત્યારે એ લોભી, લાલાને લાકડી એણે ઉગામી

કોપ્યા ત્યારે ભક્તિનંદન, વેધક દ્રષ્ટિ કરી એના સામી

ફટાક દઈને પડીયો હેઠો, લાકડીનો કાંઈ રહ્યો નહિ નેઠો

રાજી થયા સૌ મિત્રો ભાળી, જાંબુની કરી સુખે ઉજાણી

મૂળ પદ

જાંબુડામાં સરસ મજાના કાળા ભમ્મર જાંબુ

રચયિતા

કીર્તનપ્રિય

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

કીર્તનપ્રિય (સ્વરકાર)
બાલ કલરવ
Studio
Audio
0
0