જૂનાગઢમાં વાસ છે, રાધા જેની પાસ છે, સોરઠ જેનો દાસ છે ૧/૧

જૂનાગઢમાં વાસ છે, રાધા જેની પાસ છે

સોરઠ જેનો દાસ છે, બોલો ભાઈ કોણ છે ?

એ તો રાધારમણ દેવ .........૧

અમદાવાદે વાસ છે, મંદિરમાં નિવાસ છે

બદ્રિકાશ્રમ વાસી છે. બોલો ભાઈ કોણ છે ?

એ તો નરનારાયણ દેવ........૨

શ્યામ સુંદર કાયા છે, ગઢપુરમાં પધરાવ્યા છે,

શ્રીજી સરખું માપ છે. બોલો ભાઈ કોણ છે ?

એ તો ગોપીનાથજી દેવ.......૩

મંદિર શિખર નવનું છે, વડતાલ ધામ સૌનું છે,

સંકટ ટાળે સહુનું છે. બોલો ભાઈ કોણ છે ?

એ તો લક્ષ્મીનારાયણ દેવ.....૪

કામ ગર્વ હરનારા છે. સુખ સૌનું કરનારા છે,

ધોલેરે વસનારા છે, બોલો ભાઈ કોણ છે ?

એ તો મદનમોહન મહારાજ..૫

તપસ્વી ભક્તો કાજ છે, મહારાજા ધિરાજ છે.

કચ્છ ભુજના વાસી છે, બોલો ભાઈ કોણ છે ?

એ તો નરનારાયણ દેવ.........૬ 

મૂળ પદ

જૂનાગઢમાં વાસ છે, રાધા જેની પાસ છે, સોરઠ જેનો દાસ છે

રચયિતા

કીર્તનપ્રિય

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

કીર્તનપ્રિય (સ્વરકાર)
બાલ કલરવ
Studio
Audio
0
0