તમે તો શ્રીજી બહુ જ વ્હાલા લાગો છો,અમારાથી તમે કેમ છેટા ભાગો છો ૧/૧

 તમે તો શ્રીજી બહુ જ વહાલા લાગો છો;
	અમારાથી તમે કેમ છેટા ભાગો છો...તમે૦ ટેક.
સુખ તમારાં રાત દી મને સાંભરે;
	સ્નેહીને શ્રીજી સદાય હૈયે દાબો છો...અમારાથી૦ ૧
સંભારી તમને રાત આખી જાગું છું;
	મને સંભારી નાથ તમે જાગો છો...અમારાથી૦ ૨
પ્યારા સહજાનંદ મારા સ્વામી છો;
	પ્રેમનાં તમે બાણ થઈને વાગો છો...અમારાથી૦ ૩
જ્ઞાનસખીને મળવા વહેલા આવજો;
	આપી દઈશ હું નાથ તમે જે માગો છો...અમારાથી૦ ૪
 

મૂળ પદ

તમે તો શ્રીજી બહુ જ વ્હાલા લાગો છો,અમારાથી તમે કેમ છેટા ભાગો છો

મળતા રાગ

તમે તો અમને છોડી વહાલા જતા રહ્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0