સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાળે રે ૧/૧

 સત્સંગી તો તેને રે કહીએ, જે શિક્ષાપત્રી પાળે રે;
	નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે, નિર્મળ નજરે નિહાળે રે-૧
સર્વોપરી શ્રીજીને જાણે, નિષ્ઠા ન ફરે એની રે;
	બ્રહ્મરૂપે પરબ્રહ્મને સેવે, ધન્ય ધન્ય ભક્તિ તેની રે-૨
ગુણદૃષ્ટિથી દોષો ત્યાગે, વિનયી ને પૂર્ણ વિવેકી રે;
	માથું જાતાં ટેક ન મૂકે, ભક્તિ કરે એકાંતિકી રે-૩
મદ્ય માંસ ને ચોરી અવેરી, વ્યસન સર્વે વિસાર્યાં રે;
ચિંતવન એક શ્રીજીનું રાખે, તાપ ત્રિવિધ નિવાર્યા રે-૪
નિષ્કામ ભાવે સેવા સજે, હરિ ને હરિના જનની રે;
	ષડુર્મિ ને તૃષ્ણા ત્યાગી, અહં મમતા તજી મનની રે-૫
વણક્રોધી ને નિ:સ્વાદી છે, નિર્લોભી નિષ્કામી કા’વે રે;
	નિર્માની થઈ વર્તે તોયે, ગુણનાં માન ન આવે રે-૬
મોહ માયા વ્યાપે ન જેને, તીવ્ર વૈરાગ્ય જેના મનમાં રે;
	પંચવિષયોને પરહરિયા, વિકારો નહિ તેના તનમાં રે-૭
ઈર્ષ્યા અસુયા મત્સર ટાળ્યા, સદ્ભાવ જેના મનમાં રે;
	શ્રીજી સાથે લગની લાગી, સકળ તીરથ તેના તનમાં રે-૮
કાળ કર્મ ન લોપે જેને, પરધન પથ્થર જાણે રે;
	દાસ થઈ રહે સત્સંગે, તે અક્ષરપદ માણે રે-૯ 
 

મૂળ પદ

સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાળે રે

મળતા રાગ

વૈષ્ણવ જન તો તેને રે કહીએ

રચયિતા

લક્ષ્મીનારાયણદાસજી સ્વામી - રાજકોટ ગુરુકુલ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
1