જેતલપુરમાં જાવું છે પંડે પવિત્ર થાવું છે ૧/૧

જેતલપુરમાં જાવુ છે…

જેતલપુરમાં જાવુ છે, પંડે પવિત્ર થાવુ છે.

દિનદયાળના દર્શન કરીને, હૈયેથી હરખાવુ છે.

 

હે વતન જેવુ વ્હાલ કરીને, જેતલપુરમાં આવતા.

સંતોને ભક્તોને શ્રીજી પોતાની સાથે લાવતા

 

પુનમ ભરવા અનેક ભક્તો,હાલતા હાલતા આવે છે

રેવતી બળદેવજીની સાથે શ્રીજી સૌને બોલાવે છે.

 

અનેક યજ્ઞો શ્રીજી પ્રભુએ, જેતલપુરમાં કરાવ્યા’તા

વનરાવન માનીને વાલો, વારે વારે અહીં આવ્ય’ તા

 

ધન્ય ધન્ય ધરતી જેતલપુરની, જ્યાં વ્હાલો વિચર્યા’તા

ઘેર ઘેર જઇને ઉપદેશ આપી, ભોજન પણ ત્યાં કરીયા’તા

 

જેતલપુરનું મંદિર રૂડુ, શ્રીહરિએ બંધાવ્યુ’તુ.

સ્વામી આનંદાનંદે આવી, નિર્માણ એનુ કરાવ્યું’તુ

 

 

દુઃખીયાના દુઃખ દૂર કરનારા, ભગવાન અહીંયા બેઠા છે.

અનેક ભક્તોએ જાતે જઇને, નજરે એમને દીઠા છે.

 

રાખી ભરોસો ભગવાન ઉપર, જીવન રૂડુ જીવો તમે

ભક્તિ કરીને મનમંદિરમાં, પ્રગટાવો એક દિવો તમે

 

પરમકૃપાળુ પરમેશ્વરનું, રટણ કરજો દા’ડી દા’ડી

સાંભળો સાંભળો નર ને નારી, કહું છુ હું સાદ પાડી પાડી

 

પુનમ ભરવા હાલો ભક્તો જેતલપુરમાં જઈએ રે,

સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હાલતા ચાલતા કહીએ  રે

 

શ્રીજી શ્રીજી શ્રીજી સમરજો, હેત હૈયામાં લાવી રે

ગોવિંદ મેર તો હાથ જોડીને , દે છે શિખામણ આવી રે

 

મૂળ પદ

જેતલપુરમાં જાવું છે પંડે પવિત્ર થાવું છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ




પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0