તું રંગાઇ જાને રંગમાં, સ્વામિનારાયણના સત્સંગમાં ૧/૧

 તું રંગાઈ જાને રંગમાં, સ્વામિનારાયણના સત્સંગમાં (૨)...ટેક.
માંડ કરીને તને મળિયો છે ભાઈ, મોંઘો મનુષ્ય અવતાર;
જોત જોતામાં જાતો રે’શે, લાગશે નહીં વાર...ભાઈ;
	હેતે હરિગુણ ગાઈ લે ભાઈ (૨) નાચી લેને ઉમંગમાં-તું૦૧
આ દુનિયાને છોડીને ભાઈ, જાવું પડશે તારે;
માલ-ખજાના તારા પડયા રહેવાના, કાંઈ ન આવે હારે ભાઈ;
	સગાં ને વાલાં તારાં રોતાં રે’વાનાં, કોઈ ન ચાલે સંગમાં-તું૦૨
ભક્તિ તો છે ખેલ ખાંડાનો, શૂરવીર થઈને લડજે;
કામ ક્રોધ આદિ શત્રુથી, પાછો તું ના પડજે...ભાઈ
	હૈયે હિંમત રાખી જીવડા, ઝુકાવી દેને જંગમાં-તું૦ ૩
આળસ તજીને ભજન કરજે, શ્રીજીનાં ચરણે રે’જે;
પરમારથને કારણે જીવડા, દેવાય તો કાંઈક દેજે...ભાઈ
	હરદમ હરિનું નામ તું લેજે, આવે ઉમંગ તારા અંગમાં-તું૦૪
સત્સંગ રંગમાં જે રંગાશે, તેને આનંદ થાશે;
ગોવિંદ મેર કહે ગુરુકૃપાથી, સુખનાં વાણાં વાશે...ભાઈ
	હજી સમય છે તું સમજી જાને, નાહી લે નિર્મળ ગંગમાં-તું૦ ૫
 

મૂળ પદ

તું રંગાઇ જાને રંગમાં, સ્વામિનારાયણના સત્સંગમાં

મળતા રાગ

તું રંગાઈ જાને રંગમાં

રચયિતા

ગોવિંદ મેર

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0