વરતાલે રણછોડરય, લીલાલેહેર કરે; નિત્ય આનંદ ઉત્સવ થાય, લીલાલેહેર કરે ૩/૪

પદ ૧૦૦૨ મું૩/૪

વરતાલે રણછોડરય,           લીલાલેહેર કરે;

નિત્ય આનંદ ઉત્સવ થાય,   લીલાલેહેર કરે.                ૧

જન આવે અપરમપાર,        લીલાલેહેર કરે;

અતિ પ્રેમ ભર્યા નર નાર,      લીલાલેહેર કરે.                ૨

સહુ પામે જોઇ આનંદ,         લીલાલેહેર કરે;

વહાલો ટાળે ભવના ફંદ,       લીલાલેહેર કરે.                ૩

વહાલે કીધાં જન નિષ્પાપ,    લીલાલેહેર કરે;

જગ છાયો અતિ પરતાપ,     લીલાલેહેર કરે.                ૪

વહાલો પ્રગટ પ્રમાણની પેર્ય,        લીલાલેહેર કરે;

આપે પરચા ઘેરો ઘેર્ય,       લીલાલેહેર કરે.                ૫

કોઇ પ્રેમીજનને સાથ,          લીલાલેહેર કરે;

બોલે પ્રેમાનંદનો નાથ,        લીલાલેહેર કરે.                ૬ 

મૂળ પદ

રંગભીનો રણછોડરાય, આવ્યા વરતાલે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી