આજ પૂનમ સપરમો દન ચાલ સખી વરતાલે ૧/૧

આજ  પુનમ સપરમો  દન,  ચાલ  સખી  વરતાલે;

મારે મોહન જોયાનું મન, ચાલ સખી વરતાલે;

જોઈએ  રણછોડ રાય રંગ છેલ, ચાલ  સખી વરતાલે;

વ્હાલો  છોગાવાલો  અલબેલ,  ચાલ સખી  વરતાલે;

એ નેણાં  તણું ફળ જાણ ચાલ સખી વરતાલે;         

કહે  શાસ્ત્ર  ને વેદ પુરાણ  ચાલ  સખી  વરતાલે;

જોઈએ નેણાં ભરી મહારાજ, ચાલ  સખી  વરતાલે;

થાય અવતાર લેખે આજ, ચાલ સખી વરતાલે;

થાય જન્મ-મરણ  દુઃખ  દુર,  ચાલ સખી  વરતાલે;

પ્રેમાનંદ  જોઈ શોભા સુર, ચાલ સખી વરતાલે;  

મૂળ પદ

આજ પૂનમ સપરમો દન ચાલ સખી વરતાલે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0